શ્રી મનોજકુમાર ખેમચંદદાસ રાવલ
મદદનીશ શિક્ષક- સરનામું – પંચશીલ માધ્યમિક શાળા,ડીસા
- બ્લડ ગ્રુપ - A+ Positive
ઉચ્ચ શિક્ષણ પુરૂ કર્યા બાદ કોલેજ શિક્ષણ આટર્સ ફેકલ્ટીમાં પાલનપુર ખાતે મેળવેલ. 1984માં બી.એ.થયા પછી 1986માં ગુજરાત યુનિ.માંથી બી.એડ.ની વ્યવસાયિક તાલીમ પાસ કરેલ. ત્યારબાદ 1987થી પંચશીલ માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહયો છું. આ શાળામાં મારો શૈક્ષણિક અનુભવ 25 વર્ષ થાય છે. આ સમય દરમ્યાન શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રીઓ અને વર્તમાન આચાર્યશ્રી તરફથી જરૂરી માર્ગદર્શન મેળવે જેનો હું શાળામાં શૈક્ષણિક વિકાસમાં ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરું છું. આ શાળામાં ગુજરાતી/અંગ્રેજી વિષયનું શિક્ષણકાર્ય કરું છું. યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં બ વિભાગમાં શાળાના પ્રતિનિધિ તરીકે રાજયકક્ષાએ ભાગ લઈ શાળાનું ગૌરવ વધારેલ છે.
સરકારશ્રી તરફથી ચાલતી કર્મયોગી તાલીમમાં છેલ્લાં કેટલાંક સમયથી તજજ્ઞ તરીકે પણ સેવા બજાવેલ છે. તદઉપરાંત સામાજિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસપૂર્વક ભાગ લઉ છું.
શૈક્ષણિક લાયકાત | : | બી.એ.બી.એડ. |
જન્મ તારીખ | : | 06/10/1961 |
શાળામાં દાખલ તારીખ | : | 18/06/1987 |
શાળામાં નિવૃતિ તારીખ | : | 31/10/2019 |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો