મંગળવાર, 7 ઑગસ્ટ, 2018

શ્રી ખુશાલદાસ ઉમાજી પરમાર

શ્રી ખુશાલદાસ ઉમાજી પરમાર

મદદનીશ શિક્ષક
  • સરનામું – 22,જલારામ બંગલોઝ,રાણપુર રોડ,ડીસા.
  • ખા.દા.તા. 20/06/1983 સાંગ્રા વિદ્યાલય-સાંગ,પાલનપુર
  • શાળામાં દા.તા. 23/06/1987- પંચશીલ માધ્ય.શાળા,ડીસા
  • બ્લડ ગ્રુપ- A  negative
  • જન્મ ડીસા તાલુકાનાં માલગઢ જોધપુરીયા ગામે થયો. તા. 1-7-1955 ના રોજ.
  • બાળપણ માલગઢ ગામે વિતાવ્યું અને પ્રાથમિક શિક્ષણ માલગઢ પ્રાથમિક શાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ ડીસા ખાતે આદર્શ હાઈસ્કુલમાં લીધું. તે પછી કોલેજ શિક્ષણ ડીસાની ડી.એન.પી.આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર અને પોલીટિકસ સાથે બી.એ.થયા.
  • બી.એ.થયાપછી અમદાવાદની સી.એન.વ્યાયામ વિદ્યાભવન ખાતે 1982-83માં ડી.પી.એડ.ની વ્યવસાયિક ડીગ્રીલીધી.
  • ડી.પી.એડ કર્યા પછી પાલનપુરના સાંગ્રા ગામમાં આશા વિદ્યાલય માં શિક્ષક તરીકે નોકરી મળી. તે દરમ્યાન બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યું. બાળકોને પોલીસ,મિલિટરી વગેરેમાં મોકલ્યા તા. 22/6/1987 સુધી આશા વિદ્યાલયમાં સેવા આપી.
  •  સને 1987માં  તા.23/6/1987 થી પંચશીલમાં આજ દિન સુધી સેવા આપી રહયો છું.
  • કર્મયોગી તાલીમ શરૂ થઈ ત્યારથી યોગાચાર્ય તરીકે તજજ્ઞ તરીકે સેવા આપું છું. દર વર્ષે ગરીબ બાળકોને 1500/- રૂપિયાના ચોપડા,ડ્રેસ આપવો.
  • એન.સી.સી. સી સર્ટી પાસ કરેલ છે. સંસ્કૃત વિશાટ અને કોવિદ હિન્દી પરીક્ષા પાસ કરેલ છે.
  • સામાજિક પ્રવૃતિઓમાં વ્યસન મુકિત,વૃક્ષારોપણ,ટ્રેકિંગ,રકતદાન વગેરે કરેલ છે. 55 વાર રકતદાન કરેલ છે.
  • જાસોટ,રાણીટૂંક,માઉન્ટ આબુ,હિમાલય,ચાઈસ એન્ડ સ્નો કોર્સ કરેલ છે. બેઝિક એડવાન્સ કોર્ષ કરેલ છે.
  • પંચશીલ મા.શાળામાં વિદ્યાર્થીઓને યોગ-કબડ્ડી,ખોખો, કુસ્તી વગેરે તાલીમ આપું છું.
  • માનનીય આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ શાળામાં આજદિન સુધી સેવા આપી રહયા છીએ.
  • રાજયકક્ષાએ કુસ્તીમાં,યોગાસનમાં મોકલ્યાં છે.
  • ડીસામાં મામલતદાર સાહેબ,ડીસા નગરપાલીકા,રોટરી કલબ સહયોગ સેવા ટ્રસ્ટ-ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.
  • બસ એજ,આપનો ભવદીપ,
  • ખુશાલભાઈ ઉમાજી પરમાર
શૈક્ષણિક લાયકાત :બી.એ.ડી.પી.એડ.
જન્મ તારીખ :01/07/1955
શાળામાં દાખલ તારીખ :23/06/1987
શાળામાં નિવૃતિ તારીખ :31/10/2013

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો