મંગળવાર, 7 ઑગસ્ટ, 2018

શ્રી નયનકુમાર અરજણજી પરમાર

શ્રી નયનકુમાર અરજણજી પરમાર

આચાર્યશ્રી
 • સરનામું – 38,ધરણીઘર, બંગલોઝ,ચુનીકાકા પાર્કની બાજુમાં, ત્રણ હનુમાન મંદિર રોડ,ડીસા,તા.ડીસા,જી.બનાસકાંઠા.
 • ઈ-મેઈલ- , nayanji69@gmail.com
સંદેશ
શ્રી નયન પરમારનો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં થયેલો છે. તેઓનું બાળપણ દિયોદર મુકામે વિત્યું હતું. પ્રાથમિક શિક્ષણ તેઓએ દિયોદરમાં પ્રાથમિક શાળા નં.1 માં લીધું હતું. ત્યાં ધોરણ-4 સુધીનો અભ્યાસ કર્યો હતો પછી ધોરણ 5 થી 12 સુધીનો અભ્યાસ ગામની શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલમાં કર્યો હતો.ધો.10ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-1985 અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- 1987માં પાસ કરી શ્રી છોટુભાઈ પુરાણીડિગ્રીકોલેજઓફફિઝીકલએજયુકેશન,રાજપીપલા,જી.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની સ્નાતકની ડિગ્રી સને-1990માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને 1992માં પુરો કર્યો હતો.
શ્રી નયનભાઈ પરમારે સરકારી ઉચ્ચમાધ્યમિક શાળા,પાલનપુર મુકામે ઓકટોબર,1991માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા હતાં. તેઓએ સરકારી માધ્યમિક શાળા,કોલીવાડા,તા.સાંતરપુર,સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે પોતાની ફરજો બજાવેલ છે. અને સને 2008થી પંચશીલ માધ્યમિક શાળા ડીસા ખાતે આચાર્ય તરીકે જોડાયેલ છે.
શ્રી પરમાર તેમની શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસ,વોલીબોલ,કબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ છે. તથા રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ આપેલ છે.
વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે તેઓના શોખ છે.
શિક્ષણના પક્ષે સમાજ નવરચના,સમાજ પરિવર્તનની જવાબદારી સોપાયેલ છે. અને તેથીજ શિક્ષકે પણ પરિવર્તનશીલ વિચારોને સાંધી,અપનાવી અને નવી પેઢીમાં ઉતારવાનાં છે. આ માટે સમાજનાં,દેશનાં અને વિશ્વનાં નવા સાંપ્રત પ્રવાહોથી સંપૂર્ણ વાકેફ બનવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય બની ગયું છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે રોજબરોજ કાંઈક નવું આવતું રહે છે. અને માહિતીના જ્ઞાનનો વિષ્ફોટ પણ ચરમસીમાએ પહોચ્યો છે ત્યારે આ નવા પ્રવાહો અને જ્ઞાનથી વિદ્યાર્થીઓને વાકેફ જ નહીં પણ તે પ્રવાહ સાથે ગતિમાન કરવા પડશે તો જ વિશ્વ સાથે કદમ મિલાવી શકીશું.
આપણી પારંપરિક સંસ્કૃતિની કેળવણી સાથે 21મી સદીના નવા પ્રવાહને વિવેકપુર્વક સાંકળી લઈને નૂતન કેળવણીના અગત્યના પાસાને સાંકળવા માટે સદીના નવા પ્રવાહને પિછાણવા ખુબ જરૂરી બન્યાં છે. આ નુતન પ્રવાહો અને પડકારો શિક્ષણ તેમજ મુલ્યાંકન ના સંદર્ભોને આત્મસાત કરવાનું શાળાના વિવિદ્ય અંગો જેવાકે, સંચાલક,આચાર્ય,શિક્ષક,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનિવાર્ય બની રહયું છે.
21મી સદીમાં નવા જ્ઞાનનો સતત વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે આજના નવા યુગમાં જ્ઞાનયુકત સમાજનો અવિર્ભાવ થયો છે. વિજળીવેગે વધતા અને વારંવાર બદલાતા જતા જ્ઞાન વિજ્ઞાનમાંથી નવી વ્યાખ્યાઓ,નવા શબ્દો,નવાઉપકરણો,નવી વિચારસરણીઓ,નવીડિઝાઈનો વગેરે ઉત્પન્ન થયા છે. અને સમાજમાં ફેલાય છે તે સાથે વિવિદ્ય વિષયનું કેટલુંક જ્ઞાન જુનુ અને બિન ઉપયોગી થઈ રહયું છે. જુના ઉપકરણો લુપ્ત થઈ રહયાં છે. ત્યારે તેની સાથે તાલ મેળવવા માટે શાળાઓમાં પણ પરિવર્તન લાવવું જરૂરી નહીં પણ આવશ્યક બની ગયું છે. વર્ગખંડોમાં ટોક એન્ડ ચોકની જગ્યાએ નવી નવી શિક્ષણની પધ્ધતિઓ વિકસાવી અને તેને પુરક સાધનોનો ઉપયોગ કરવાની શાળાના કર્મચારીઓ માટે આવશ્યક બની ગયું છે.
આ ફેરફારોનાં અનુસંધાને શિક્ષકોની જવાબદારીઓ પણ બદલાશે જ્ઞાનયુગમાં શિક્ષણના નવા પ્રવાહો તેમજ મુલ્યાંકનના હેતુઓ અંગે માધ્યમિક કક્ષાના બધાજ વિદ્યાર્થીઓ સજાગ બને તે માટે પ્રગતિશીલ કેળવણીની યોજનાઓ ઘડવી પડશે અને રોજબરોજની શિક્ષણની પ્રવિધિઓ કેટલાક પાયાના ફેરફાર કરવાપડશેઅનેવર્ગખંડમાંકોમ્પ્યુટર,ઈન્ટરનેટ,લેપટોપ,એનીમેશન,સ્લાઈડોનો ઉપયોગ કરીને શિક્ષણ આપવાનું શિક્ષકો માટે આવશ્યક બની રહેશે અને તે માટે સજાગ બની પોતાને અપગ્રેડ બનાવવાની આજના સમયની પહેલી જરૂરીયાત હોય છે.
શૈક્ષણિક લાયકાત :બી.પી.ઈ.,એમ.પી.ઈ.
જન્મ તારીખ :05/11/1968
શાળામાં દાખલ તારીખ :24/10/2008
શાળામાં નિવૃતિ તારીખ :04/11/2026

શ્રી મયુરકુમાર સનતકુમાર દવે

શ્રી મયુરકુમાર સનતકુમાર દવે

મદદનીશ શિક્ષક
 • સરનામું – 11,સરસ્વતી પાર્ક,રેલ્વે સ્ટેશન રોડ, ડીસા
 • બ્લડ ગ્રુપ – A  Positive
 • તેઓનો જન્મ પાટણ જિલ્લાના સંખારી ગામે થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈથી શરૂઆત કરી અને બનાસકાંઠાના વડા મુકામે પૂર્ણ કરેલ. માધ્યમિક શિક્ષણ ધરા મુકામે શરૂ કરી જુના ડીસાની હાઈસ્કુલમાં પૂર્ણ કરેલ.
 • ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ પ્રિ.સાયન્સથી શરૂ કર્યું. બી.એસ.સી. પાલનપુર કોલેજમાં પૂણ કરેલ.બી.એડ. સી.સી.ચોકસી કોલેજ,પાલનપુર ખાતે મેળવેલ.
 •  શિક્ષક તરીકે આદર્શ પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે ફરજ તેમણે બજાવી હતી. આ શાળામાં 15-12-83થી જોડાયા હતાં. શાળાની શરૂઆતથી આજ સુધી તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.
 • તેઓ બાળકોનાં વિકાસ માટે જરૂરી પ્રયત્નો કરી જરૂરી માર્ગદર્શન આપવા તત્પર રહે છે.
 • તેઓ વાંચન,સંગીત સાંભળવું તેમજ ક્રિકેટ,વોલીબોલ જેવી રમતો વિગેરેનો શોખ ધરાવે છે.
 • તેઓ આ શાળામાંથી નિવૃત થયા બાદ સામાજિક ઉત્થાન માટે પ્રયત્નો કરવાનાં છે. ગરીબ બાળકોના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે.
 • તેમનો સંપર્ક કરવા માટે દૂરભાષા 2744-229295 શાળા સમય બાદ મળી શકશે.
શૈક્ષણિક લાયકાત :બી.એસ.સી, બી. એડ
જન્મ તારીખ :14/12/1957
શાળામાં દાખલ તારીખ :15/12/1983
શાળામાં નિવૃતિ તારીખ :31/05/2016

શ્રીમતી મંજુલાબેન બબલદાસ પટેલ

શ્રીમતી મંજુલાબેન બબલદાસ પટેલ

મદદનીશ શિક્ષક
 • સરનામું- ગિરિરાજ સોસાયટી,પાટણ રોડ,ડીસા.
 • બ્લડ ગ્રુપ- B Positive
 મહેસાણા જીલ્લાના બાલીસણા ગામમાં 24-9-57 નાં રોજ મારો જન્મ થયેલ પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ મારા વતન મુ. બાલીસણા લીધેલ આગળ કોલેજનું શિક્ષણ મેં પાટણ પી.કે.કોટવાલામાં લીધેલ છે. કોલજમાં મેં સી.આર.ની ચૂંટણીમાં બીનહરીફ મતે સી.આર.બનાવવામાં આવેલ.
ઉચ્ચ શિક્ષણ પાટણમાં આટર્સમાં સંસ્કૃત વિષય સાથે બી.એ. બી.એડ. ગુજરાત યુનિ.માંથી પાસ કરેલ ત્યારબાદ 1986થી પંચશીલ માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છું. આ શાળામાં શિક્ષિકા તરીકે મારો શૈક્ષણિક અનુભવ 26 વર્ષનો થાય છે. આ શાળામાં ભૂતપૂર્વ આચાર્ય શ્રીઓ તથા વર્તમાન આચાર્યશ્રી તરફથી જરૂરી માર્ગદર્શન મેળવી વિદ્યાર્થીઓનું હિત અને ટ્રસ્ટનું ઋણ ધ્યાનમાં રાખીને સારામાં સારું શિક્ષણ કેમ આપી શકું તે જ મારો પ્રયત્ન રહે છે.દરેક વિદ્યાર્થી સારો નાગરિક બને કુટુંબ અને તે પોતાના દેશ પ્રત્યે વફાદાર રહે એ માટે જરૂરી વાંચન અને વૈજ્ઞાનિકો,સંતો,શહીદો,મહાપુરૂષો ના જીવન કવનની ચર્ચા કરવામાં મને રસ છે. શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ શાળાનું શિક્ષણકાર્ય વધારેને વધારે શ્રેષ્ઠ મળે તે માટે હું સતત પ્રયત્નશીલ રહું છું.
સરકારશ્રી તરફથી અગાઉની કોમ્પ્યુટરની તાલીમ અન્ય કર્મયોગી તાલીમમાં મેં ભાગ લીધેલ છે. આધ્યામિક વિકાસમાં મને રસ છે.
શૈક્ષણિક લાયકાત :બી.એ.બી.એડ.
જન્મ તારીખ :24/09/1957
શાળામાં દાખલ તારીખ :01/06/1986
શાળામાં નિવૃતિ તારીખ :31/10/2015

શ્રી ખુશાલદાસ ઉમાજી પરમાર

શ્રી ખુશાલદાસ ઉમાજી પરમાર

મદદનીશ શિક્ષક
 • સરનામું – 22,જલારામ બંગલોઝ,રાણપુર રોડ,ડીસા.
 • ખા.દા.તા. 20/06/1983 સાંગ્રા વિદ્યાલય-સાંગ,પાલનપુર
 • શાળામાં દા.તા. 23/06/1987- પંચશીલ માધ્ય.શાળા,ડીસા
 • બ્લડ ગ્રુપ- A  negative
 • જન્મ ડીસા તાલુકાનાં માલગઢ જોધપુરીયા ગામે થયો. તા. 1-7-1955 ના રોજ.
 • બાળપણ માલગઢ ગામે વિતાવ્યું અને પ્રાથમિક શિક્ષણ માલગઢ પ્રાથમિક શાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ ડીસા ખાતે આદર્શ હાઈસ્કુલમાં લીધું. તે પછી કોલેજ શિક્ષણ ડીસાની ડી.એન.પી.આટર્સ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર અને પોલીટિકસ સાથે બી.એ.થયા.
 • બી.એ.થયાપછી અમદાવાદની સી.એન.વ્યાયામ વિદ્યાભવન ખાતે 1982-83માં ડી.પી.એડ.ની વ્યવસાયિક ડીગ્રીલીધી.
 • ડી.પી.એડ કર્યા પછી પાલનપુરના સાંગ્રા ગામમાં આશા વિદ્યાલય માં શિક્ષક તરીકે નોકરી મળી. તે દરમ્યાન બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યું. બાળકોને પોલીસ,મિલિટરી વગેરેમાં મોકલ્યા તા. 22/6/1987 સુધી આશા વિદ્યાલયમાં સેવા આપી.
 •  સને 1987માં  તા.23/6/1987 થી પંચશીલમાં આજ દિન સુધી સેવા આપી રહયો છું.
 • કર્મયોગી તાલીમ શરૂ થઈ ત્યારથી યોગાચાર્ય તરીકે તજજ્ઞ તરીકે સેવા આપું છું. દર વર્ષે ગરીબ બાળકોને 1500/- રૂપિયાના ચોપડા,ડ્રેસ આપવો.
 • એન.સી.સી. સી સર્ટી પાસ કરેલ છે. સંસ્કૃત વિશાટ અને કોવિદ હિન્દી પરીક્ષા પાસ કરેલ છે.
 • સામાજિક પ્રવૃતિઓમાં વ્યસન મુકિત,વૃક્ષારોપણ,ટ્રેકિંગ,રકતદાન વગેરે કરેલ છે. 55 વાર રકતદાન કરેલ છે.
 • જાસોટ,રાણીટૂંક,માઉન્ટ આબુ,હિમાલય,ચાઈસ એન્ડ સ્નો કોર્સ કરેલ છે. બેઝિક એડવાન્સ કોર્ષ કરેલ છે.
 • પંચશીલ મા.શાળામાં વિદ્યાર્થીઓને યોગ-કબડ્ડી,ખોખો, કુસ્તી વગેરે તાલીમ આપું છું.
 • માનનીય આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ શાળામાં આજદિન સુધી સેવા આપી રહયા છીએ.
 • રાજયકક્ષાએ કુસ્તીમાં,યોગાસનમાં મોકલ્યાં છે.
 • ડીસામાં મામલતદાર સાહેબ,ડીસા નગરપાલીકા,રોટરી કલબ સહયોગ સેવા ટ્રસ્ટ-ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.
 • બસ એજ,આપનો ભવદીપ,
 • ખુશાલભાઈ ઉમાજી પરમાર
શૈક્ષણિક લાયકાત :બી.એ.ડી.પી.એડ.
જન્મ તારીખ :01/07/1955
શાળામાં દાખલ તારીખ :23/06/1987
શાળામાં નિવૃતિ તારીખ :31/10/2013

શ્રી મનોજકુમાર ખેમચંદદાસ રાવલ

શ્રી મનોજકુમાર ખેમચંદદાસ રાવલ

મદદનીશ શિક્ષક
 1. સરનામું – પંચશીલ માધ્યમિક શાળા,ડીસા
 2. બ્લડ ગ્રુપ - A+ Positive
બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મેમપુર ગામમાં તા. 6-10-1961 નાં રોજ મારો જન્મ થયેલ પ્રાથમિક શિક્ષણથી માંડી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મારા વતનમાં લીધેલ. શાળા શિક્ષણ દરમ્યાન શાળામાં સાંસ્કૃતિક પ્રવૃતિઓને રસપૂર્વક ભાગ લીધેલ ધો. 12માં વિદ્યાર્થી મહામંત્રી તરીકે પણ કામગીરી કરેલ.
ઉચ્ચ શિક્ષણ પુરૂ કર્યા બાદ કોલેજ શિક્ષણ આટર્સ ફેકલ્ટીમાં પાલનપુર ખાતે મેળવેલ. 1984માં બી.એ.થયા પછી 1986માં ગુજરાત યુનિ.માંથી બી.એડ.ની વ્યવસાયિક તાલીમ પાસ કરેલ. ત્યારબાદ 1987થી પંચશીલ માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહયો છું. આ શાળામાં મારો શૈક્ષણિક અનુભવ 25 વર્ષ થાય છે. આ સમય દરમ્યાન શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રીઓ અને વર્તમાન આચાર્યશ્રી તરફથી જરૂરી માર્ગદર્શન મેળવે જેનો હું શાળામાં શૈક્ષણિક વિકાસમાં ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરું છું. આ શાળામાં ગુજરાતી/અંગ્રેજી વિષયનું શિક્ષણકાર્ય કરું છું. યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં બ વિભાગમાં શાળાના પ્રતિનિધિ તરીકે રાજયકક્ષાએ ભાગ લઈ શાળાનું ગૌરવ વધારેલ છે.
સરકારશ્રી તરફથી ચાલતી કર્મયોગી તાલીમમાં છેલ્લાં કેટલાંક સમયથી તજજ્ઞ તરીકે પણ સેવા બજાવેલ છે. તદઉપરાંત સામાજિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસપૂર્વક ભાગ લઉ છું.
શૈક્ષણિક લાયકાત :બી.એ.બી.એડ.
જન્મ તારીખ :06/10/1961
શાળામાં દાખલ તારીખ :18/06/1987
શાળામાં નિવૃતિ તારીખ :31/10/2019

શ્રી ચંદ્રવદન પુનમાજી ચૌધરી

  શ્રી ચંદ્રવદન પુનમાજી ચૌધરી

જુ.કારકુન
બ્લડ ગ્રુપ-B+
બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકાનાં શેરપુરા (મોટી ઠાણી) મુકામે તા. 19/04/1966નાં રોજ ખેડૂત પરિવારમાં જન્મ થયો. કુટુંબનો વ્યવસાય ખેતી તથા પશુપાલન હતો.
પ્રાથમિક શિક્ષણ ખીંચત પ્રા.શાળા,વાળ પ્રા.શાળા નં.1 માં મેળવેલ છે. માધ્યમિક શિક્ષણ ડી.જે.એન.મહેતા હાઈસ્કુલ,જુના ડીસા તથા ડી.એન.જે.આદર્શ હાઈસ્કુલ,ડીસામાં લીધું. કોલેજ માં બી.કોમ ડી.એન.પી.આટર્સ એન્ડ કોમર્સ કોલેજ,ડીસા ખાતેથી લીધું.
શાળા સમય ગાળામાં વર્ગ મોનીટર તથા જી.એસ.તરીકે કામ કરેલ છે. શાળામાં વૃક્ષારોપણ ,રકતદાન,વાંચન,શીબીર,આરોગ્ય ચકાસણી કેમ્પ, પોલીયો કેમ્પ તથા શાળા રમતોત્સવનું આયોજન કરેલછે. તથા ભાગ લીધેલ છે.
શૈક્ષણિક લાયકાત :બી.કોમ.
જન્મ તારીખ :19/04/1966
શાળામાં દાખલ તારીખ :20/08/1986

શ્રી યોગેશકુમાર કરશનભાઈ સોલંકી

 

શ્રી યોગેશકુમાર કરશનભાઈ સોલંકી

સેવક
 • સરનામું - આંબેડકર ચોક,જયોર્જ ટોકીઝ પાસે,ડીસા
 • બ્લડ ગ્રુપ - O Positive
સંદેશ
તેમનો જન્મ ડીસા મુકામે થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બ્રાન્ચ પ્રાથમિક શાળામાં લીધેલ. તેમણે માધ્યમિક શાળા સરચાર્લ્સ વોટસન હાઈસ્કુલ ધો.8 સુધી મેળવેલ છે.
તેઓ સેવક તરીકે આ શાળામાં 3 વર્ષે સુધી માનદ સેવા આપેલ છે. તેઓ તા. 1/8/1991 થી આ શાળામાં સેવક તરીકે પોતાની સેવા બજાવે છે.
તેઓ આચાર્યશ્રી તથા સ્ટાફ સાથે તેમજ બાળકોને મદદરૂપ થવા તેમજ આનંદથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે.
તેઓ સામાજિક પ્રવૃતિ રકતદાન,પ્રાણીઓના જીવ બચાવવા જેવી અનેક વિધ સેવા કરે છે.
તેમનો શોખ બાળકોને રમૂજ કરાવવી, લોકોને ખવરાવવી તેમજ તે અંગેનું આયોજન કરી તેમજ રમતોમાં પ્રોત્સાહિત કરવાનો શોખ છે.
શૈક્ષણિક લાયકાત :ધો- 8
જન્મ તારીખ :26/02/1973
શાળામાં દાખલ તારીખ :01/08/1991
શાળામાં નિવૃતિ તારીખ :31/05/2031