શ્રી નયનકુમાર અરજણજી પરમાર
આચાર્યશ્રી- સરનામું – 38,ધરણીઘર, બંગલોઝ,ચુનીકાકા પાર્કની બાજુમાં, ત્રણ હનુમાન મંદિર રોડ,ડીસા,તા.ડીસા,જી.બનાસકાંઠા.
- ઈ-મેઈલ- , nayanji69@gmail.com
શ્રી નયન પરમારનો જન્મ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં થયેલો છે. તેઓનું બાળપણ દિયોદર મુકામે વિત્યું હતું. પ્રાથમિક શિક્ષણ તેઓએ દિયોદરમાં પ્રાથમિક શાળા નં.1 માં લીધું હતું. ત્યાં ધોરણ-4 સુધીનો અભ્યાસ કર્યો હતો પછી ધોરણ 5 થી 12 સુધીનો અભ્યાસ ગામની શાળા શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલમાં કર્યો હતો.ધો.10ની એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ-1985 અને એચ.એસ.સી.ની પરીક્ષા માર્ચ- 1987માં પાસ કરી શ્રી છોટુભાઈ પુરાણીડિગ્રીકોલેજઓફફિઝીકલએજયુકેશન,રાજપીપલા,જી.નર્મદામાં અભ્યાસ કરી બી.પી.ઈ.ની સ્નાતકની ડિગ્રી સને-1990માં મેળવી હતી તથા ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ખાતે એમ.પી.ઈ.નો અનુસ્નાતક અભ્યાસક્રમ સને 1992માં પુરો કર્યો હતો.
શ્રી નયનભાઈ પરમારે સરકારી ઉચ્ચમાધ્યમિક શાળા,પાલનપુર મુકામે ઓકટોબર,1991માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા હતાં. તેઓએ સરકારી માધ્યમિક શાળા,કોલીવાડા,તા.સાંતરપુર,સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય,પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુર મુકામે પોતાની ફરજો બજાવેલ છે. અને સને 2008થી પંચશીલ માધ્યમિક શાળા ડીસા ખાતે આચાર્ય તરીકે જોડાયેલ છે.
શ્રી પરમાર તેમની શિક્ષક તરીકેનાં કાર્યકાળમાં એથ્લેટીકસ,વોલીબોલ,કબડ્ડી જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાની અને યુનિવર્સિટી કક્ષાએ રેફરી તરીકે સેવાઓ આપેલ છે. રાષ્ટ્ર કક્ષાની ગ્રામીણ સ્પર્ધામાં હરીયાણા મુકામે ટીમ મેનેજર તરીકે ગુજરાતની ટીમ સાથે ગયેલ છે. તથા લખનૈ (યુ.પી) મુકામે રાષ્ટ્ર કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ છે. તથા રાજય કક્ષાની ઘણી સ્પર્ધામાં વ્યવસ્થાપક તરીકે સેવાઓ આપેલ છે.
વિવિદ્ય રમતો રમવી અને વાંચન આ બે તેઓના શોખ છે.
શિક્ષણના પક્ષે સમાજ નવરચના,સમાજ પરિવર્તનની જવાબદારી સોપાયેલ છે. અને તેથીજ શિક્ષકે પણ પરિવર્તનશીલ વિચારોને સાંધી,અપનાવી અને નવી પેઢીમાં ઉતારવાનાં છે. આ માટે સમાજનાં,દેશનાં અને વિશ્વનાં નવા સાંપ્રત પ્રવાહોથી સંપૂર્ણ વાકેફ બનવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય બની ગયું છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે રોજબરોજ કાંઈક નવું આવતું રહે છે. અને માહિતીના જ્ઞાનનો વિષ્ફોટ પણ ચરમસીમાએ પહોચ્યો છે ત્યારે આ નવા પ્રવાહો અને જ્ઞાનથી વિદ્યાર્થીઓને વાકેફ જ નહીં પણ તે પ્રવાહ સાથે ગતિમાન કરવા પડશે તો જ વિશ્વ સાથે કદમ મિલાવી શકીશું.
આપણી પારંપરિક સંસ્કૃતિની કેળવણી સાથે 21મી સદીના નવા પ્રવાહને વિવેકપુર્વક સાંકળી લઈને નૂતન કેળવણીના અગત્યના પાસાને સાંકળવા માટે સદીના નવા પ્રવાહને પિછાણવા ખુબ જરૂરી બન્યાં છે. આ નુતન પ્રવાહો અને પડકારો શિક્ષણ તેમજ મુલ્યાંકન ના સંદર્ભોને આત્મસાત કરવાનું શાળાના વિવિદ્ય અંગો જેવાકે, સંચાલક,આચાર્ય,શિક્ષક,વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનિવાર્ય બની રહયું છે.
21મી સદીમાં નવા જ્ઞાનનો સતત વિસ્ફોટ થઈ રહયો છે ત્યારે આજના નવા યુગમાં જ્ઞાનયુકત સમાજનો અવિર્ભાવ થયો છે. વિજળીવેગે વધતા અને વારંવાર બદલાતા જતા જ્ઞાન વિજ્ઞાનમાંથી નવી વ્યાખ્યાઓ,નવા શબ્દો,નવાઉપકરણો,નવી વિચારસરણીઓ,નવીડિઝાઈનો વગેરે ઉત્પન્ન થયા છે. અને સમાજમાં ફેલાય છે તે સાથે વિવિદ્ય વિષયનું કેટલુંક જ્ઞાન જુનુ અને બિન ઉપયોગી થઈ રહયું છે. જુના ઉપકરણો લુપ્ત થઈ રહયાં છે. ત્યારે તેની સાથે તાલ મેળવવા માટે શાળાઓમાં પણ પરિવર્તન લાવવું જરૂરી નહીં પણ આવશ્યક બની ગયું છે. વર્ગખંડોમાં ટોક એન્ડ ચોકની જગ્યાએ નવી નવી શિક્ષણની પધ્ધતિઓ વિકસાવી અને તેને પુરક સાધનોનો ઉપયોગ કરવાની શાળાના કર્મચારીઓ માટે આવશ્યક બની ગયું છે.
આ ફેરફારોનાં અનુસંધાને શિક્ષકોની જવાબદારીઓ પણ બદલાશે જ્ઞાનયુગમાં શિક્ષણના નવા પ્રવાહો તેમજ મુલ્યાંકનના હેતુઓ અંગે માધ્યમિક કક્ષાના બધાજ વિદ્યાર્થીઓ સજાગ બને તે માટે પ્રગતિશીલ કેળવણીની યોજનાઓ ઘડવી પડશે અને રોજબરોજની શિક્ષણની પ્રવિધિઓ કેટલાક પાયાના ફેરફાર કરવાપડશેઅનેવર્ગખંડમાંકોમ્પ્યુટર,ઈન્ટરનેટ,લેપટોપ,એનીમેશન,સ્લાઈડોનો ઉપયોગ કરીને શિક્ષણ આપવાનું શિક્ષકો માટે આવશ્યક બની રહેશે અને તે માટે સજાગ બની પોતાને અપગ્રેડ બનાવવાની આજના સમયની પહેલી જરૂરીયાત હોય છે.
શૈક્ષણિક લાયકાત | : | બી.પી.ઈ.,એમ.પી.ઈ. |
જન્મ તારીખ | : | 05/11/1968 |
શાળામાં દાખલ તારીખ | : | 24/10/2008 |
શાળામાં નિવૃતિ તારીખ | : | 04/11/2026 |